સાબરમતીના પાણીના નિકાલ માટે ખેડુતોનો વિવાદ સર્જાયો હતો.તારાપુર તાલુકાના મિલરામપુરા અને માતર તાલુકાના અસામલી ગામના ખેડૂતોનો સીમ વિસ્તારમાં પાણીના નિકાલ માટેનો વિવાદ સર્જાયો હતો.જે પાણીના નિકાલ મુદ્દે બન્ને ગામના ટોળે ટોળાં સીમ વિસ્તારમાં ઉમટ્યા હતા.મહત્વનું છે કે, અસામલી ગામના ખેડૂતો સીમવિસ્તારનુ પાણી મિલરાપુરા ગામ તરફ કાઢવા રોડ ખોદવા આવતાં વિવાદ સર્જાયો હતો.જેને પગલે હાલ માતર તથા તારાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.