ક્લોલના સંજયભાઇ તડવીએ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તે મુજબ હકીકત એવી છે કે તેમના પિતા છનાભાઇ અને તેમના મિત્ર બાઇક લઇને કોઇ કામે ગયા હતા. ત્યાંથી પરત આવી નિરમા ફેક્ટરી તરફના સર્વીસ રોડ પર ચાલતા જઇ રહ્યા હતાં. તે વખતે તેજ ઝડપે ધસી આવેલા બાઇકે છનાભાઇને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. અકસ્માત થતા બાઇક ચાલક વાહન લઇને નાસી ગયો હતો.