ગોધરા તાલુકાના છારીયા ગામે બ્રહ્માકુમારીઝ કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા "આધ્યાત્મિક એકતા અને વિશ્વાસ દ્વારા ઉત્તમ ખેતી અને સર્વાંગીણ વિકાસ" વિષય પર કાર્યક્રમ યોજાયો. ગોધરા કૃષિ ઈજનેરી કોલેજના પ્રોફેસર ડૉ. ડી. કે. વ્યાસે પ્રાકૃતિક ખેતી અને સૂર્ય ઊર્જાના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું. કૃષિ વૈજ્ઞાનિક પ્રોફેસર કનુભાઈ પટેલે યોગિક અને પ્રાકૃતિક ખેતી, બીજામૃત, જીવામૃત અને દેશી ગીર ગાય આધારિત ખેતીના ફાયદા સમજાવ્યા.