જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મેઘપર ગામે રહેતા 19 વર્ષના યુવકે પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા ઉલટી ઉબકા થવા લાગ્યા હતા, તેને તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડામાં આવ્યો હતો. જ્યાં તેનો સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, યુવકના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે