તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ સુરત ખાતે રહેતા પરિણીતાના પતિ યુસુફ લાખાણી બુહારી તેમની બહેન ને ત્યાં આવી જતા પરણિતા ત્યાં આવતા અહીંથી નીકળી જા એમ કહી પતિની બહેન નસરીનબેન મેમણ અને ભાણેજ નિસાર મેમણ એ પરણિતાને પકડી રાખી પતિ યુસુફ એ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પરણિતા એ ફરિયાદ આપી છે.બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.