ભારત રાષ્ટ્ર નિર્માણના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે બારડોલીથી સોમનાથ સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જે યાત્રા આજરોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી સ્થિત આશીર્વાદ હોટલ ખાતે આજે બપોરના અરસામાં આવી પહોંચતા પટેલ સમાજ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યાં સરદાર સન્માન યાત્રા ટૂંકું રોકાણ કરી સોમનાથ ખાતે જવાના રવાના થઈ હતી.