વર્ષ 2018ના બિટકોઈન તોડકાંડ અને અપહરણ કેસમાં અમદાવાદની સિટી સેશન્સ કોર્ટનો ચુકાદો.. ACBની સ્પેશિયલ કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા તથા પૂર્વ IPS જગદીશ પટેલ સહિત 14ને આજીવન કેદની સજા ફટકારી છે. પોલીસ અધિકારીઓએ શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 200 બિટકોઈન પડાવી 32 કરોડ ખંડણી માગી હતી. ત્યારે સમગ્ર મામલે શુકવારે 12 કલાકે એડવોકેટ પરેશ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે.