ગાંધીધામ શહેરના જી.આઈ.ડી.સી.માં આવેલા એક ગોદામમાંથી રૂા. 92,120ના શંકાસ્પદ સોયાના ભૂસાં સાથે શખ્સને પોલીસે પકડી પાડયો હતો.શહેરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ભગવતી વે-બ્રિજ કાંટાની બાજુમાં આવેલા ગોદામમાં પોલીસે છાપો માર્યો હતો.આ ગોદામમાંથી 92,120નો 6,580 કિલો સોયાનું ભૂસું મળી આવ્યું હતું,જે અંગે આધાર-પુરાવા માગતાં હાજર શખ્સ સંતોષ ભાસો પાસવાન પુરાવા આપી શકયો ન હતો અને આ માલ પોતાના શેઠ રામપર તુણાના રાજેશ મ્યાજર આહીરે રખાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.