જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 'સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના’ અંતર્ગત ૧૨ સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી "મહિલા કેન્દ્રિત વિષયો પર દસ દિવસીય વિશેષ જાગૃતિ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ અંતર્ગત ઉના તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કાયદા વિશે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.