પેટલાદ તાલુકાના આમોદ ગામે તળાવના પાણી રસ્તા ઉપર આવી ગયા છે.વિવિધ સરકારી કચેરીઓ આસપાસ વરસાદી પાણી ભરાઈ ગયા છે.પ્રાથમિક શાળા, દૂધની ડેરી, આરોગ્ય કચેરી સહિત વિવિધ કચેરીઓ આસપાસ પાણી ભરાઈ ગયા છે. અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. છેલ્લા બે દિવસથી પડેલા ધોધમાર વરસાદને કારણે તળાવ ઓવર ફ્લો થતાં હાલ ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ ગયા છે.