આજે સાંજે 6 વાગે મળતી માહિતી મુજબ પોશીના તાલુકામાં અંતરિયાળ વિસ્તાર છે. જેમાં કેટલાક વિકાસ કાર્યો બાકી છે. ત્યારે આ વિસ્તાર ખેડબ્રહ્મા મત વિસ્તારમાં આવે છે.જેની અહીંના ધારાસભ્ય ની વારંવાર ની રજૂઆતો પછી પોશીના તાલુકામાં કોટડા, ચંદ્રાણા ખાતે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા લાંબડીયા ખાતે સ્ટાફ કવાર્ટસ તથા નવીન સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે ગુજરાત સરકાર દ્વારા કુલ ૫.૮૮ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.તેને લઈ પોશીના તાલુકા ના લોકોમાં ખુશી પ્રસરી છે.