અમદાવાદના એક દંપતીએ જૂનાગઢના તબીબ સાથે મિત્રતા કેળવીને MLA ના PA હોવાની ઓળખ આપી, દિલ્હીમાં હાઇવે કોરીડોરના ડિવાઈડરનો ઝાડ ઉછેરનો કોન્ટ્રાક્ટ અને ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્ક ની નોકરીની લાલચ આપીને કટકે કટકે મળી કુલ 50 લાખથી વધુ ની ઓનલાઇન અને રોકડ રકમ પડાવી લીધા બાદ વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી ગુનો દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે દબોચ્યા છે.