મહેસાણા જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. મહેસાણા જિલ્લાના વડનગરના વૃદ્ધ દંપતી બાઈક પર સવાર થઈ વિસનગરના કડા ચોકડી થી વડનગર જતા હતા તે દરમિયાન કડા ચોકડી પાસે રખડતા ઢોરે બાઈકને અડફેટે લેતા વૃદ્ધ દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મહિલાને હેમરેજ તો વૃદ્ધને હાથમાં ફેક્ચર ગાલમાં શિંગડું ઘૂસી જતા ઓપરેશન કરાયું.