ગુરુવારે રાત્રે ૧૦:૧૨ વાગ્યે ભચાઉથી ૨૦ કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં ૩.૪ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, ત્યારબાદ છ મિનિટના અંતરે રાપરથી ૧૯ કિમી દૂર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ૨.૭ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેના કારણે લોકો દોડીને ઘરની બહાર નીકળી ગયા હતા