આજે તારીખ 29/08/2025 શુક્રવારના રોજ બપોરે 3 કલાકે લીમખેડા અને સિંગવડ તાલુકામાં વીજ પુરવઠાને વધુ વિશ્વસનીય અને સતત ચાલુ રાખવા માટે 11 કેવીની મુખ્ય વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીનો પ્રારંભ કરાઈ. સંસદ જસવંતસિંહ ભાભોર તેમજ ધારાસભ્ય શૈલેષ ભાભોરના હસ્તે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા રિવાઈઝ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સીમ (RDSS) 11 કેવીની મુખ્ય વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.