હાલ તહેવારોના નામે અવ્યવસ્થિત કાર્યક્રમો યોજાતા હોવાના વિડીયો સામે આવી રહ્યા છે.ત્યારે અંકલેશ્વરના મીરા નગર વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થયો છે.જેમાં કેટલીક મહિલા ડાન્સર ઠુમકા લગાવતી નજરે પડી રહી છે.અને તેઓ પર કેટલાક યુવાનો પૈસા ઉડાવી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે.ત્યારે ધાર્મિક કાર્યક્રમમાં આવા અશ્લીલ ડાન્સ કેટલા યોગ્ય તેવા સવાલો ઉભા થયા છે.