જો તમે સસ્તી ટૂરની બુકિંગ કરીને ફરવા જતા હો તો ચેતી જજો કારણ કે તમારે સાથે ઠગાઈ થઈ શકે છે ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે જીયા વિદેશી ટૂરના નેજા હેઠળ પ્રવાસના આયોજન કરતી કંપની કે.સી.હોલીડેઝ દ્વારા લોકો સાથે ઠગાઈ આચરી છે જેમાં એડવાન્સ પૈસા લઇ કંપનીએ ઓફિસ બંધ કરી સંચાલકો ફરાર થઇ ગયા હતા. અમદાવાદમાં 60 જણાં પાસેથી રૂા.25 લાખથી વધુની રકમ લીધા હતા એમ જાણવા મળે છે. સેટેલાઈટ પોલીસે આ સંબંધમાં ગહન તપાસા હાથ ધરી છે.