સાયબર એટેક અને સાયબર ફ્રોડ નું પ્રમાણ વધી ગયું છે અને તેના કારણે અનેકવાર સરકારી તંત્ર પણ ભોગ બનતું હોય છે અને એમાં પણ સામાન્ય નાગરીકો સૌથી વધુ ભોગ બને છે.આ સાયબર એટેક ને ધ્યાન માં રાખી મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર એ જિલ્લામાં ફરજ બજાવતા અને કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન કામ કરતા મહત્વ ના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સાયબર સિક્યુરિટી ટ્રેનિંગ નું આયોજન કરવા માં આવ્યું છે.