ભવનાથ ગ્રાઉન્ડમાં રવિવારે એક દુર્ઘટના બનતા સહેજ રહી ગઈ હતી જેમાં ભવનાથમાં ચાલતી એક જમ્પિંગ રાઈડમાં અચાનક લાઈટ ગૂલ થવાથી રાઈડમાં હવા નીકળી ગઈ હતી અને રાઈડ કડડભૂસ થઈને નીચે આવી હતી.જેથી રાઈડમાં રહેલા બાળકોના જીવ બચાવવા વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તમામ રાઇડ્સ પરવાનગી વગર ચાલતી હતી જેથી હાલ તકેદારીના ભાગરૂપે આગામી સમયમાં કોઈ ઘટના ન બને તે માટે જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ બાદ આ રાઇડ્સ બંધ કરાઈ