જૈન સંઘો માં સંવત્સરી ની ધામધૂમથી ઉજવણી,ઉપાશ્રય માં ગુરુ ભગવંતો દ્વારા બારસાસુત્ર નું વ્યાખ્યાન ફરમાવ્યુ,જૈનો ના પર્યુષણ પર્વ ના આજે અંતિમ દિવસ સવારે કલ્પસુત્ર ના સાર સમા ૧૨૦૦ શ્ર્લોકો ના પુસ્તક ની અરીસા માં જોઈ ને અષ્ટ પ્રકારી પુજા કરવામાં આવી હતી. જેમાં મહાવીર સ્વામી ભગવાન,નેમિનાથ ભગવાન તથા આદિનાથ ભગવાન ના જન્મ દિક્ષા કેવલજ્ઞાન કલયાણક ની વાતો સમજાવી હતી.આ પ્રસંગ ના મોટા ફોટા સંઘને દર્શન કરાવવામાં આવ્યા હતાં એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યુ હતુ.