છોટાઉદેપુરના સાંસદે જાહેરનામાનું પાલન કર્યું હતું. સાંસદ જશુંભાઈ રાઠવાએ ચાલીને બ્રિજ પસાર કર્યો હતો. બ્રિજની ચકાસણીને લઈ વાહનો માટે રંગપુર નાકા બ્રિજ બંઘ કરાયો છે. સામે પાર સુરખેડા ગામે પંચાયત ઘરના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ જઈ રહ્યા છે. સાંસદ જશુંભાઈ સાથે નારાણ રાઠવા, મુકેશ પટેલ સહિત આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.