ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ની 100 મી રાષ્ટ્રીય કોન્ફરન્સ નિમિત્તે રાજ્યની નર્સિંગ કોલેજોમાં અંગદાન સંકલ્પ અભિયાન હાથ ધરાયું.જે અન્વયે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રવિવારે નર્સિંગ વિધાર્થીઓ,સ્ટાફ,ફેકલ્ટીઝ,પ્રોફેસર,એડમિન સ્ટાફ સહિત હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા અંગદાન અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.એક વિધાર્થી અન્ય 100 વિધાર્થીઓને અંગદાન અંગેના શપથ લેવડાવી અંગદાન અંગેની જાગૃતિ લાવે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.