આગામી દિવસોમાં ઈદ-એ-મિલાદ-ઉન્ન્બી, દશેરા જેવા તહેવારો આવતા હોય જેને અનુલક્ષીને જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં આગામી તા.૦૩-૧૦-૨૦૨૫ સુધી હથિયારબંધી ફરમાવતો આદેશ બહાર પાડવામાં આવ્યો છે.