નડીઆદ મહાનગરપાલિકા વિસ્તાર હેઠળ વોર્ડ સુપરવાઈઝરશ્રી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. ચેકીંગ દરમિયાન નોંધાયું કે શહેરના અમર કાર, મારૂતિ સુઝુકી શો-રૂમ તથા વર્કશોપમાંથી છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગ પર પાણી કાઢવામાં આવી રહ્યું હતું. જેના કારણે માર્ગ પર પસાર થનાર નાગરિકો તથા વાહનચાલકોને અકસ્માત સર્જાવાની શક્યતા તેમજ માર્ગ પર ગંદકીનું સર્જન થતું હોવાનું સામે આવ્યું.