પાંચ વર્ષ અગાઉ તા-૦૮/૦૨/૨૦૨૦ ના રોજ ફરીયાદી શીશીરકુમાર ચંન્દ્રવિર મલીકે બી ડીવીઝનમાં ફરીયાદ આપી હતી કે,ફરિયાદીને પાવડર અને સાબુની એજન્સી આપવાની વાત કરી આરોપીઓ પ્રશાંત કિશનલાલ નાગપાલ અને આદિત્ય કિશનલાલ નાગપાલે ફરીયાદી પાસેથી રૂપિયા-૩,૭૬,૦૦૧/એડવાન્સ લઇ માલ ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી, જે ગુનાના આરોપીઓ છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા હતા.પોલીસ દ્વારા બન્ને આરોપીઓ બાબતે તપાસ કરી છતીસગઢ રાજ્ય ખાતેથી ઝડપી પાડ્યા છે.