પત્રકારો વિરુદ્ધ ખોટી ફરિયાદો ને લઇ બોડેલીના પત્રકારોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.દેશના લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા પત્રકારો સમાજના હિતમાં અવિરત કાર્યરત રહે છે. તેઓ તથ્યોને જનસમક્ષ મૂકી જનજાગૃતિ ફેલાવે છે. તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી પત્રકાર મિત્રો વિરુદ્ધ ખોટી અને આધારહીન ફરિયાદો નોંધાઈ રહી હોવાનું સામે આવ્યું છે આ અંગે બોડેલી પ્રેસ કલબ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી છે.