બોટાદ જિલ્લા પોલીસ વડા ની સૂચના હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ.પટેલ,પીએસઆઇ એચ.એ.વસાવા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા હાલ ચાલી રહેલા ગણપતિ ઉત્સવ તેમજ આગામી દિવસોમાં આવેલા ઈદે મિલાદના તહેવારની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તેને લઈને પોલીસ દ્વારા રાણપુર શહેરના મુખ્ય માર્ગો તેમજ જાહેર માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં રાણપુર પોલીસ સ્ટાફના પોલીસ કર્મચારીઓ આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા.