જુનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે. "ગુજરાત જોડો" જનસભા નું સખર ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યકમ દરમિયાન શહેરીજનો ન પધારતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે. AAP ના સ્થાનિક કાર્યકરો અને લોકો વચ્ચે સંકલન ના અભાવને કારણે કાર્યક્રમનો ફિયાસ્કો થયાની લોકમુખે ચર્ચાઓ શરૂ થઈ છે. વંથલીમાં AAP ના કાર્યકરોની નિષ્ક્રિયતા પણ કાર્યક્રમના ફિયાસ્કાનું કારણ હોઈ શકે ?