વઢવાણ ખાંડિયા-પા વિસ્તારના રહેણાંક મકાનમાં આવેલ ૦૨ બાંધણી ઉદ્યોગના રંગાટ કામના કારખાનામાં વઢવાણ પ્રાંત અધિકારી અને મામલતદારે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું.ચેકીંગ દરમિયાન રંગાટ કામમાં સોડિયમ નાઇટ્રિક અને પાકા કલરનો વપરાશ થતો હોવાનું આવ્યું બહાર હતું. આ મામલે વઢવાણ પોલીસ તેમજ સુરેન્દ્રનગર મનપાના અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી.