તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામે કુંભારવાડ ખાતે ધારાસભ્ય મોહન ઢોડિયા અને સહકારી આગેવાન સમીર ભક્તા તેમજ અશેષ ભક્તા સહિતના અગ્રણીઓની હાજરીમાં પ્રજાપતિ સમાજના ગણેશ સ્થાપના ના 50 વર્ષ પૂર્ણ થતા ભવ્ય સુવર્ણ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પ્રજાપતિ સમાજના યુવાનો અને વડીલો સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.જે કાર્યક્રમ બુધવારના રોજ 11 કલાકની આસપાસ યોજાયો હતો.