અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ ગામના અને ટીંટોઇ જિલ્લા પંચાયત સીટના સદસ્ય વીણાબેન ખરાડીનાઓ તેમના પરિવાર સાથે નેપાળમાં પ્રવાસે હતા, નેપાળમાં ફાટી નીકળેલ તોફાનોના કારણે ફસાતા પોખરાની ખાનગી હોટલમાં આશરો લીધો,નેપાળમાં શાંતિનો માહોલ સર્જાતા,આજરોજ ભારત આવવા પરત ફર્યા હતા.તેઓ બિહાર ખાતે પહોંચ્યા હોવાનું જિલ્લા નિવાસી કલેકટરે મીડિયા કર્મીને માહિતી આપતા જણાવ્યું હતું.