ચૈતર વસાવા વડોદરા મધ્યસ્થ જેલમાંથી બહાર આવતા ભરૂચ જિલ્લા આપ પ્રમુખ સહિતના આગેવાનોએ તેઓને વધાવી લીધા હતા.આજથી શરૂ થતા વિધાનસભાના ચોમાસુ સત્ર માટે કોર્ટે લાફા કાંડમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભામાં હાજર રહેવા 3 દિવસ શરતી જામીન આપ્યા છે.જેઓ આજરોજ વડોદરા મધ્યસ્થ જેલમાંથી બહાર આવતા ભરૂચ જિલ્લા આપ પ્રમુખ સહિતના આગેવાનોએ તેઓને વધાવી લીધા હતા.અને ત્યાંથી તેઓ સીધા વિધાનસભા સત્ર માટે જવા રવાના થયા હતા.