નડિયાદ સહીના પશ્ચિમ વિસ્તારમાં અનેરી હાઈટ્સ પાછળના વિસ્તારમાંથી પસાર થઈ રહેલા 11kv વીજવાયરમાં અચાનક સ્પાર્ક થવાનું શરૂ થયું હતું જે બાદ આગ લાગતા આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમમાં સ્થળ પર દોડી આવી હતી. અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો.