અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગયા મહિને રાજસ્થાનના અજમેરમાં થયેલા ત્રિપલ મર્ડર કેસમાં વોન્ટેડ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. અજમેરમાં બે જૂથ વચ્ચે વિવાદ થતા મારામારી થઈ હતી, જેમાં 3 લોકોના મોત થયા હતા. હત્યા બાદ આરોપીઓ ત્યાંથી નાસીને અમદાવાદ આવી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરીને અજમેર પોલીસને સોંપ્યા છે.