ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રવિ પૂજન સોસાયટીમાં રહેતા નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન ઉપર આજે બૌડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે.નયનના નિવાસસ્થાન ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. આજે સવારે બૌડા વિભાગના અધિકારીઓએ પોલીસ દળની હાજરીમાં તોડી પડાયું હતું.