બોટાદ થી સાળંગપુર તરફ જતા હાઇવે પર સવારે 11:00 વાગ્યા આસપાસ છોટા હાથી માલવાહક વાહન મંડપ સર્વિસ નો સામાન લઈ જઈ હતું ત્યારે બોટાદ થી બહાર નીકળતા હાઇવે પર ડિવાઈડર સાથે અથડાઈ જતા વાહન પલટી ખાઈ ગયું હતું.આ વાહનમાં કેટલાંક લોકો પણ સવાર હોવાનું જાણવા મળે છે ત્યારે તેઓને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. પરંતુ સદનસીબે મોટી જાનહાની ટળી હતી