સંદીપ પાસવાન તથા તેનાં બે મિત્રો અલગ અલગ વાહનોમાંથી ચોરી કરેલ બેટરીઓ પ્લાસ્ટીકની ગુણમાં ભરી લાવી લાડવી પાટીયા પાસે સ્પ્લેન્ડર મો.સા. નં. જીજે-૧૯-બીએમ-૯૩૭૭ લઈને ઉભેલ છે અને બેટરીઓ વેચાણ કરવાની ફિરાકમાં હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી. હરકતમાં આવેલી એલસીબી પોલીસે ઉપરોક્ત બાતમી વર્ણન અનુસાર સ્થળ પર દોડી જઇ લાડવી પાટીયા દોડી જઈ એક બાળ કિશોર તથા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.