ગત તારીખ-2 ઓગસ્ટના રોજ ભરૂચ શહેરને નજીક આવેલા રહાડપોર ગામની મુસ્કાન પાર્ક સોસાયટીમાં નજીવા મુદ્દે થયેલ મારામારીમાં પિતા પુત્ર પર ચપ્પુ વડે હુમલો કરવાની ઘટના સામે આવી હતી.આ ઘટનામાં ઇજાગ્રસ્ત પિતા-પુત્ર પૈકી પિતાનું 25 દિવસની ટૂંકી સારવાર દરમિયાન આજરોજ મોત સામે ઝઝૂમતા 65 વર્ષીય પિતા મકસુદ શેખનું મોત નીપજ્યું હતું.