વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ગુરુવારના રોજ વાલિયા તાલુકાના ચંદેરીયા ગામ પાસે આવેલ પેટ્રોલ પમ્પ સામે બાઇક સવારને બચાવવા જતા કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાને ઇજાઓ પહોંચી હતી.ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.