અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રમણલાલ જોશીની ચાલીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. પૈસાની માથાકૂટમાં શુભમ વાઘમારે નામના 18 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી છે. કાયદાના સંઘર્ષમાં આવતાં 30 વર્ષ સહિત ત્રણ શખ્સોએ હત્યાને અંજામ આપ્યો છે આ મામલે ખોખરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની અટકાયત કરી છે.