ગાંધીનગર સ્થિત નિફ્ટ (NIFT)ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો હતો.જેમાં અધિક મુખ્ય સચિવ (મહેસૂલ વિભાગ) ડૉ. જયંતિ એસ. રવિ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં કુલ 241 વિદ્યાર્થીઓએ સ્નાતક અને માસ્ટર ડિગ્રી મેળવી હતી, જેમાં 173 વિદ્યાર્થીઓને સ્નાતકની અને 68 વિદ્યાર્થીઓને માસ્ટરની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.