બારડોલી થી ગંગાધર જતા રસ્તા ઉપર બારાસડી ગામ પાસે આજે મંગળવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં એક વિચિત્ર અકસ્માત સર્જાયોભતો જેમાં એક પાર્ક કરેલી કારના ચાલકે અચાનક દરવાજો ખોલતા આહવા થી સુરત તરફ જતી એસટી બસ નંબર GJ 18 ZT 0423 ના ચાલકે તેને બચાવવા બ્રેક મારતા પાછળથી પુર ઝડપે આવતી ખાનગી લકઝરી બસ નંબર GJ 15 YY 8638 ના ચાલક દ્વારા બ્રેક નહીં લાગતા એસટી બસની પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ નથી