અમદાવાદના ઓઢવમાં છગન હેમાની ચાલીમાં ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શનિવારે 3 વાગ્યા સુધીમાં પણ ગટર ઉભરાવાની સમસ્યા યતહવત જોવા મળી રહી છે. જેને લઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના પાણીને લઈ રોગચાળો ફાટી નીકળે તેવો ભય લોકોમાં જોવા મળી રહ્યો છે.