સાયબર ઠગો દ્વારા સોશીયલ મિડીયા પ્લેટફોર્મ ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ જેવા એપ ઉપર CIBIL સ્કોર ઓછો હોવા છતાં રૂપિયા 10 થી 20 લાખની લોન આપવાની જાહેરાત કરીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવે છે. આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના નાગરિકને લોનની લાલચ આપીને તેની સાથે 3.63,176 ની ઠગાઈ કરવામાં આવી. સાયબર ક્રાઈમ પોલીસના PI વી.કે કોઠિયા સાહેબની ટીમે છેતરપિંડી આચરનાર મુખ્ય સુત્રધાર સાથે કુલ 5 આરોપીઓની ગેંગને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલ્યો.