મોડાસાના મોટી ઈસરોલ ગામના ઇચ્છાપૂર્ણ રામદેવજી મંદિર ખાતે ત્રીજો નેજા મહોત્સવ ઉજવાયો હતો.ભાદરવી નોમ નિમિત્તે હજારો નેજાઓ સાથે ભક્તો ચાલતા નેજાઓ લઈને મંદિરે પહોચ્યા હતા.ડીજેના તાલે નાચતા ઝૂમતા ભક્તો ઇચ્છાપૂર્ણ રામદેવજી મંદિર ખાતે આવ્યા હતા જ્યા નેજા ચડાવી બાધાઓ પૂર્ણ કરી હતી.