કેન્દ્ર સરકારે કપાસની આયાતને કરમુક્ત કરતા ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતના ખેડૂતોને વિદેશી કપાસની આયાત પર કરમુક્તિ કરાતા ભાવ નહિ મળવાની દહેશત વ્યક્ત કરાઈ છે. ભરૂચ જિલ્લા આપ દ્વારા પણ આયાતી કપાસ પર કરમુક્તિ પાછી ખેંચી લેવા કલેકટરને આજે બપોરના અરસામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને અપાયેલા આવેદનમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત આપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.