કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આજે રવિવારે બપોરે 1:00 કલાકે કાંકરેજ તાલુકાના નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી હતી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધતા આગામી સમયમાં બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તો નદીકાંઠા વિસ્તારના લોકોને સાવચેતી રાખવા માટેની ધારાસભ્ય દ્વારા અપીલ કરવામાં આવી છે.