આ બાબતે યોગ્ય સફાઈ કરાવે તે જરૂરી છે. આ રાજવી નગરી માં ઘણી ઇમારતો ઐતિહાસિક છે અને રાજપીપળા શહેર માં પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ સહિત અસંખ્ય પ્રવાસીઓ અન્ય ઐતિહાસિક ઇમારતો સાથે લાલ ટાવર નિહાળવા પણ આવતા હોય તેવામાં ટાવરની શાન ગણાતી ઘડિયાળ જ જો બંધ હાલત માં હોય તો ચાંદ પર દાગ જેવી સ્થિતિ જોવા મળે છે.●હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દેશ વિદેશ ના લાખો પ્રવાસીઓ આ તરફ આવતા હોય માટે આવી સ્ટેટ સમય ની ઐતિહાસિક ધરોહરોની જાળવણી જરૂરી બની છે.