ગુજરાત રાજ્ય સરકાર ના સચિવે શિક્ષકો માટે કરેલા વધારાની કામગીરી સંદર્ભે કરેલા આદેશ થી શિક્ષક સ્ટાફ માં નારાજગી પ્રવર્તી રહી છે. આ બાબતે રાષ્ટ્રીય નિર્માણ પાર્ટીના નેતા નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે શિક્ષકોને સતત શિક્ષણ સિવાય વધારાની કામગીરી સોંપવામાં આવતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર માઠી અસર પડી રહી છે. જેથી શિક્ષણ સાથે જોડાયેલા કર્મચારીઓને ચુંટણી અને કુદરતી આપત્તિ વ્યવસ્થાપન સિવાય બીજું કોઈ વધારાની કામગીરી સોંપવામાં ન આવે