પોરબંદરમાં ગઈકાલે ઝુરીબાગ શેરી નં 15 માં રહેતા અને ગેરેજ નો વ્યવસાય કરતા ભરતભાઈ રામજીભાઈ ચૌહાણ તેના ઘર ની બહાર હતા ત્યારે એકાએક આખલા લડતા લડતા ઘસી આવ્યા હતા અને ભરતભાઈ સાથે અથડાયા હતા આથી ભરતભાઈ ને હાથ માં ફેકચર સહિતની ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા જ્યાં તેઓને એક માસ નું પ્લાસ્ટર આવ્યું છે